આજે વિશ્વકપ માટે ટીમની પસંદગી

આજે વિશ્વકપ માટે ટીમની પસંદગી
ચોથા ક્રમાંક માટે ગૂંચવણ : વૈકલ્પિક વિકેટકીપરમાં પંત અને કાર્તિક વચ્ચે હરીફાઈ

નવી દિલ્હી, તા. 14: આગામી મહિને શરૂ થઈ રહેલા વિશ્વકપ માટે પસંદગીકારો આવતીકાલે સોમવારે ભારતીય ટીમ પસંદ કરવા બેઠક કરશે તો તેમાં બીજો વિકેટકિપર, ચોથા ક્રમાંકનો ખેલાડી અને એક વૈકલ્પિક ફાસ્ટ બોલરની જરૂર મહત્ત્વના મુદ્દા બની રહેશે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં કેપ્ટન વિરાટ કોહલીએ સંકેત આપ્યો હતો કે ટીમમાં માત્ર એક જ જગ્યા બચી છે. જ્યારે કોર ટીમ એક વર્ષ પહેલા જ નક્કી થઈ ગઈ હતી. ટીમમાં બીજા વિકેટકિપર તરીકે ઋષભ પંતનો મુકાબલો અનુભવી દિનેશ કાર્તિક સામે છે. પંત અત્યારસુધીમાં આઈપીએલમાં 222 રન કરી ચૂક્યો છે. જ્યારે કાર્તિકે 93 રન કર્યા છે. તેવામાં પંતનું પલડું ભારે લાગે છે, કારણ કે તે સાતમા ક્રમાંક સુધી ગમે ત્યાં બેટિંગ કરી શકે છે. ત્રીજા ઓપનિંગ બેટ્સમેન તરીકે કેએલ રાહુલની પણ દાવેદારી મજબૂત છે. જેણે આઈપીએલમાં 335 રન કરી લીધા છે. કેએલ રાહુલ પણ વિકેટકિપરની ભૂમિકા ભજવી શકે છે. રાહુલને લેવામાં આવે તો ચોથા ક્રમના બેટ્સમેન તરીકે અંબાતી રાયડુ પણ જગ્યા બની શકે છે.
સંભવિત ટીમ : નિશ્ચિત ખેલાડી: વિરાટ કોહલી, રોહિત શર્મા, શિખર ધવન, કેએલ રાહુલ, મહેન્દ્રસિંહ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડયા, વિજય શંકર, કુલદીપ યાદવ, યજુર્વેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, રવીન્દ્ર જાડેજા 15મો ખેલાડી ઋષભ પંત / દિનેશ કાર્તિક ચોથો ક્રમાંક : અંબાતી રાયડુ ચોથો ઝડપી બોલર : ઉમેશ યાદવ/ખલીલ અહેમદ/ઈશાંત શર્મા/ નવદીપ સૈની
Published on: Mon, 15 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer