દિલ્હી કેપિટલ્સે હૈદરાબાદ સનરાઈઝર્સને આપ્યું 156 રનનું લક્ષ્ય

દિલ્હી કેપિટલ્સે હૈદરાબાદ સનરાઈઝર્સને આપ્યું 156 રનનું લક્ષ્ય
હૈદરાબાદ, તા. 14 : અત્રે રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરતાં મેદાન પર ઉતરેલી દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 7 વિકેટે 155નો મધ્યમ જુમલો નોંધાવ્યો હતો. સુકાની શ્રેયસ ઐયર અને કોલિન મુનરોને બાદ કરતાં કોઇ બેટધર ક્રિઝ પર જામી શક્યો નહોતો. મુનરોએ માત્ર 24 દડામાં ચાર ચોગ્ગા, 3 છગ્ગા સાથે 40 રન કર્યા હતા. પાંચ રન માટે અર્ધસદી ચૂકેલા સુકાની ઐયરે 40 દડામાં પાંચ ચોગ્ગા સાથે 45 રન કર્યા હતા.
પહેલી બે વિકેટ માત્ર 20 રનમાં ખોઇ દેનારી દિલ્હી દબાણ તળે આવી ગયા બાદ મુનરો અને ઐયરે સ્કોર બોર્ડને થોડી ગતિ આપી હતી. પૃથ્વી શો (4) અને શિખર ધવન (7)એ સસ્તામાં વિકેટ ગુમાવી દીધી હતી. રિષભ પંતે 19 દડામાં 3 ચોગ્ગા, સાથે  23 રન કરી જામવાનો પ્રયાસ કર્યો, ત્યાં જ અહેમદના દડામાં હુડાને કેચ આપી બેઠો હતો. અણનમ રહેલા અક્ષર પટેલે 11 દડામાં 1 ચોગ્ગા સાથે 14 રન કર્યા હતા. હૈદરાબાદ વતી અહમદે ત્રણ વિકેટ લીધી હતી.
Published on: Mon, 15 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer