મીના કુમારીને ગોલ્ડ, બાસુમાત્રે અને સાક્ષીને સિલ્વર મેડલ

મીના કુમારીને ગોલ્ડ, બાસુમાત્રે અને સાક્ષીને સિલ્વર મેડલ
નવી દિલ્હી, તા. 14 : સ્ટ્રાન્ઝા કપમાં ગોલ્ડ મેડલ જીતનારી મીના કુમારી મેસરામ (54 કિગ્રા)એ જર્મનીના કોલોનમાં આયોજીત બોક્સિંગ વિશ્વકપમાં વધુ એક ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. જ્યારે સાક્ષી(57 કિગ્રી) અને પિલાઓ બાસુમાત્રે (64 કિગ્રા)ને ફાઈનલમાં હાર બાદ સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો.  ભારતે ટૂર્નામેન્ટમાં કુલ પાંચ પદક પોતાના નામે કર્યા છે. આ અગાઉ શુક્રવારે પિંકી રાની અને પરવીને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ત્રણ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ ઉપરાંત 2014 એશિયન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેળવનારી મીનાએ ફાઈનલમા થાઈલેન્ડનીમાચાઈ બુનિયાનુતને હરાવી હતી.  મીનાને ડ્રોના કારણે ફાઈનલમાં રમવાનો મોકો મળ્યો હતો.  જ્યારે વર્તમાન યુવા વિશ્વ ચેમ્પિયન સાક્ષીને બે વખતની કોમનવેલ્થ સિલ્વર મેડલ વિજેતા માઈકેલા વાલ્શ સામે હારનો સામનો કરવો પડયો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer