કેકેઆર સામે ચેન્નઈની પાંચ વિકેટે જીત

કેકેઆર સામે ચેન્નઈની પાંચ વિકેટે જીત
તાહિરની ચાર વિકેટ બાદ રૈના અને જાડેજાની બેટિંગથી સીએસકેની સાતમી જીત

કોલકાતા, તા. 14: ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને પાંચ વિકેટે હરાવીને સીઝનમાં સાતમી જીત નોંધાવી છે. આ સીઝનમાં ચેન્નઈએ કોલકાતાને સતત બીજી વખત હારનો સ્વાદ ચખાડયો હતો. આ અગાઉ ચેન્નઈએ કેકેઆરને પોતાનાં હોમ ગ્રાઉન્ડમાં હરાવ્યું હતું અને હવે કોલકાતાના હોમ ગ્રાઉન્ડમાં પણ મ્હાત કર્યું છે. કોલકાતાએ ચેન્નઈને 162 રનનો પડકાર ફેંક્યો હતો. જેને સુરેશ રૈનાના 58 રને રવીન્દ્ર જાડેજાના 31 રનના દમ ઉપર ચેન્નઈએ 2 બોલ બાકી રહેતા મેળવી લીધો હતો. આ અગાઉ ચેન્નઈ માટે ઇમરાન તાહિરે દમદાર બોલિંગ કરતા 4 વિકેટ ખેડવી હતી. જેના કારણે કોલકાતા માત્ર 161 રન જ કરી શક્યું હતું. 
161 રનના પડકારનો સામનો કરવા ઉતરેલી સીએસકે માટે આ લક્ષ્ય એકદમ સરળ રહેતું હતું પરંતુ પાવરપ્લેના અંત સુધી કેકેઆરે બન્ને ઓપનરને પેવેલિયન પરત મોકલ્યા હતા અને મેચમાં વાપસીનો ઇરાદો બતાવ્યો હતો. ઓપનર આઉટ થયા બાદ પીયૂષ ચાવલાએ પણ ટૂંકા ગાળામાં બે વિકેટ લીધી હતી. આમ 81 રને ચાર વિકેટ પડી હતી. ત્યારબાદ મેદાનમાં આવેલા ધોનીએ ઝડપથી રન કરવાની શરૂઆત કરી હતી. જો કે તે માત્ર 16 રન કરીને જ આઉટ થયો હતો. ધોની બાદ જાડેજાએ જરૂર પ્રમાણે રમત આગળ વધારી હતી અને ચેન્નઈને જીત નજીક પહોંચાડયું હતું. આ અગાઉ ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી કેકેઆરને ક્રિસ લિને જોરદાર શરૂઆત અપાવી હતી અને 82 રન કર્યા હતા. જો કે બાકીના બેટ્સમેનો ખાસ ચાલ્યા નહોતા. જેના કારણે કોલકાતાની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 161 રન કરી શકી હતી. 
Published on: Mon, 15 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer