પુત્રને ટિકિટ મળતા કેન્દ્રના પ્રધાન ચૌધરીની રાજીનામાની ઓફર

નવીદિલ્હી, તા.14: કેન્દ્રીય મંત્રી ચૌધરી બિરેન્દ્ર સિંહે આજે ભાજપ અધ્યક્ષ અમિત શાહને કેબિનેટ અને રાજ્યસભામાંથી રાજીનામું આપી દેવાની પેશકશ કરી છે. ચૌધરીએ તેમના પુત્ર બૃજેન્દ્ર સિંહને હરિયાણાનાં હિસારમાંથી લોકસભા ચૂંટણી લડવા માટે ટિકિટ મળ્યા બાદ આ ઓફર કરી છે.
ચૌધરીના કહેવા અનુસાર ભાજપ ચૂંટણીમાં વંશવાદ વિરુદ્ધ છે અને એટલે જ તેમના પુત્રને તક મળતાં હવે તેમણે રાજ્યસભા અને મંત્રીપદેથી રાજીનામું આપી દેવું યોગ્ય ગણાશે. તેમણે અમિત શાહને પત્ર લખીને જણાવ્યું છે કે, તેઓ પોતાનાં પદ છોડવા તૈયાર છે. આખરી નિર્ણય તેઓ પક્ષ ઉપર છોડે છે. ઉલ્લેખનીય છે કે ભાજપે આજે ઉમેદવારોની 20 યાદી જારી કરી હતી. જેમાં હરિયાણા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના છ ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવેલાં છે.

Published on: Mon, 15 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer