પુલવામા જેવા વધુ એક આતંકવાદી હુમલાનો ખતરો

સુરક્ષાદળો વધુ સતર્ક
 
શ્રીનગર, તા.14 : પુલવામાની તર્જ ઉપર આતંકવાદીઓ વધુ કોઈ મોટા હુમલાને અંજામ આપે તેવી ચેતવણી ગુપ્તચર એજન્સીઓ દ્વારા આપવામાં આવી છે. આ ચેતવણી અનુસાર આતંકવાદીઓ આ વખતે હુમલો કરવાં મોટરકાર નહીં પણ મોટરસાઈકલનો ઉપયોગ કરે તેવી સંભાવના છે.
ગુપ્તચર તંત્રને મળેલી બાતમીઓ અનુસાર આતંકવાદીઓ રિમોટ સંચાલિત બોમ્બથી નેશનલ હાઈવે ઉપર ધડાકો કરી શકે છે. આ ચેતવણીને પગલે કાશ્મીરમાં નેશનલ હાઈવે ઉપર સુરક્ષા દળોની કોઈપણ પ્રકારની હેરફેર માટે સુરક્ષા જાપ્તો મજબૂત બનાવવા અને દળોને વધુ સતર્ક રહેવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે.
દરમિયાન, પુલવામા પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહીમાં કાશ્મીરનાં પુલવામા જિલ્લાનાં મંદુના ગામમાંથી આતંકવાદીઓનાં અડ્ડાનો ભાંડાફોડ કરવામાં આવ્યો છે.
જ્યાંથી સુરક્ષા દળોને મોટા જથ્થામાં આતંકવાદી સાહિત્ય અને અન્ય ચીજવસ્તુઓ હાથ લાગી હતી. પોલીસે આનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. શોપિયાંમાં બે આતંકવાદી ઠાર મરાયાનાં બીજા જદિવસે પોલીસ અને દળોને આ બીજી સફળતા મળી છે.
Published on: Mon, 15 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer