ગોરેગામ-મુલુંડ ભૂગર્ભ લિન્ક રોડની પહોળાઈ વધશે

ટ્રાફિક સમસ્યા ઘણી હળવી થશે

મુંબઈ, તા. 14 : પૂર્વ અને પશ્ચિમનાં ઉપનગરોને જોડનારો ગોરેગામ-મુલુંડ લિન્ક રોડ વધુ પહોળો થશે. આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે જમીન હસ્તગત કરવાની તૈયારી મહાનગરપાલિકાએ કરી છે.
કેન્દ્ર સરકાર હસ્તકની ખાર જમીન તે હસ્તગત કરવા માટે 4.46 કરોડ રૂપિયા ખર્ચ થશે. પાલિકા તંત્રએ આ અંગેનો પ્રસ્તાવ સુધાર સમિતિને મોકલ્યો છે.
પાલિકાએ ઇસ્ટર્ન એક્સ્પ્રેસ હાઈવેથી ગોરેગામ-દિંડોશી 
સુધી સંજય ગાંધી નેશનલ પાર્કમાંથી અંડરગ્રાઉન્ડ મુલુંડ-ગોરેગામ લિન્ક રોડ બાંધવાની યોજના બનાવી છે. આ યોજનાથી પૂર્વ-પશ્ચિમ પરાંની કનેકિટવિટી વધશે અને મુંબઈની ટ્રાફિક સમસ્યામાંથી પણ મોટી રાહત મળશે.
2034ના ડેવલપમેન્ટ પ્લાન પ્રમાણે આ રોડને 45.70 મીટર પહોળો કરવાનું કામ શરૂ થઈ ગયું છે.
નાહુર સ્ટેશન પાસે ફ્લાયઓવર બ્રિજનું કામ પણ ચાલુ છે.

Published on: Mon, 15 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer