પાકિસ્તાનમાં દૂધનો ભાવ 180 અને ટામેટાનો ભાવ 140 રૂપિયા કિલો!

કરાચી, તા. 14 : આંતરાષ્ટ્રીય સમુદાય સમક્ષ પોતાની છબી સુધારવા મરણિયા પ્રયાસ કરી રહેલું પાકિસ્તાન સદંતર કંગાળ બનવા માંડયું છે.  આતંકવાદને પોષતા દેશને આર્થિક રીતે પણ સતત ફટકા પડયા છે.
મોંઘવારીની માર ખમતા પાકિસ્તાનના નાગરિકોની હાલત ભારે કપરી થઈ ગઈ છે. પાકમાં દૂધ 120થી 180 રૂપિયે તગડા ભાવે મળી રહ્યું છે.
કરાંચી ડેરી એસોસિએશને દૂધના ભાવમાં 23 રૂપિયા વધારી નાખ્યા હતા. સરકારે અનેકવાર નિવેદન પછી પણ દૂધના ભાવ વધારવાનો  ઈન્કાર કરી દેતાં પરિસ્થિતિ વણસી છે.
પાકમાં દૂધ ઉપરાંત ટમેટા અને અન્ય શાકભાજીના ભાવોમાં પણ તોતિંગ વધારો થતો જઈ રહ્યો છે. ટમેટાની કિંમત છેલ્લા એક મહિનાથી 120થી 140 રૂપિયે કિલો છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer