મોદીને મત આપવા કર્ણાટકના યુવાને ઓસ્ટ્રેલિયામાં નોકરી છોડી!

સિડની એરપોર્ટ પર હેબર ક્રીનિંગ ઓફિસર હતો

મેંગ્લોર, તા. 14 : દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે મોદી લહેરની પ્રતીતિ કરાવતી એક ઘટનામાં કર્ણાટકના એક યુવકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મત આપવા માટે ઓસ્ટ્રેલિયામાં નોકરી છોડી દીધી છે.
સિડની એરપોર્ટ પર ક્રીનિંગ ઓફિસરની પાકી નોકરી છોડીને ચાલ્યા આવેલા 41 વર્ષીય સુધીન્દ્ર હેબ્બરે જણાવ્યું હતું કે, મને 5થી 12 એપ્રિલની રજા મળી હતી. ઇસ્ટર અને રમજાનના કારણે વધુ રજા મળી શકે તેમ નહોતી.
એમબીએ કરી ચૂકેલા હેબ્બરે કહ્યું કે, સિડનીમાં યુરોપિયન, પાકિસ્તાની એમ દુનિયાભરના લોકો વચ્ચે કામ કર્યું છે. ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે તેવું આ લોકો કહે છે ત્યારે મને ગર્વ થાય છે.
વિશ્વમાં ભારતની બદલાતી છબીનો યશ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપું છું. મને નોકરીની ચિંતા નથી, બીજી મળી જશે પણ મત તો કોઇપણ સંજોગોમાં દેવો હતો તેવું તેણે કહ્યું હતું.
Published on: Mon, 15 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer