દેવેન્દ્ર ફડણવીસે રાહુલને આપી સલાહ, કહ્યું કે...

દેવેન્દ્ર ફડણવીસે રાહુલને આપી સલાહ, કહ્યું કે...
મનોહર પર્રિકરના નિધન બાદ તેમના નામે વિવાદ સર્જવાનું દુર્ભાગ્યપૂર્ણ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 14 : મનોહર પર્રિકરના નિધન બાદ તેમના નામે વિપક્ષ છેલ્લા ઘણા વખતથી આરોપો કરી રહ્યા છે. પહેલા રાહુલ ગાંધી અને ત્યાર બાદ એનસીપીના નેતા શરદ પવારે મનોહર પર્રિકર વિશે ટિપ્પણી કરી હતી.  ચૂંટણી દરમિયાન વિપક્ષ આ મામલાને એક અથવા બીજી રીતે સતત ઉછાળવાની કોશિશ કરી રહ્યું છે. આવા સમયે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે  કહ્યું હતું કે મનોહર પર્રિકરના નિધન બાદ તેમના નામે વિવાદ પેદા કરવો એ કમનસીબી છે. પત્રકારો સાથે વાતચીત દરમિયાન મુખ્ય પ્રધાને આવું કહ્યું હતું. 
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હાલ ગુજરાતની મુલાકાતે છે.  રવિવારે તેઓએ અમદાવાદ અને વડોદરા ખાતે સભાઓ ગજવી હતી. અમદાવાદમાં વસતા મરાઠીઓ સાથે તેમણે સંવાદ સાધ્યો હતો, તેમ જ વડોદરામાં મોડી સાંજે તેમણે જનસભાને સંબોધી હતી.  ઉલ્લેખનીય છે કે વડોદરામાં મરાઠીઓની સંખ્યા ઘણી મોટી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગત ચૂંટણીમાં વડોદરાથી લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. આ પાશ્વભૂમિ ઉપર દેવેન્દ્ર ફડણવીસ વડોદરા પણ ગયા હતા.  અહીં તેમણે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં જઇને વસેલા મરાઠીઓને સંબોધ્યા હતા તેમ જ તેમની સાથે એક સ્નેહમિલન કર્યું હતું. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ગુજરાત ભાજપના સ્થાનિક નેતા તેમ જ કાર્યકર્તાઓ સામેલ હતા. મરાઠી મતદાતાઓ સાથે વાતચીત કરતા તેમણે મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં થઈ રહેલા વિકાસ તેમ જ ગુજરાત સાથેના મહારાષ્ટ્રના સુમેળભર્યા સંબંધોની વાત કરી હતી.  પોતાના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને જગ્યાએ ભાજપની સરકાર હોવાને કારણે વિકાસ માટે એક સાનુકૂળ વાતાવરણ છે જેનો લોકોને ભરપૂર ફાયદો મળી રહ્યો છે. નોંધવાલાયક બાબત એ છે કે મુખ્ય પ્રધાનના ગુજરાત ભ્રમણને કારણે ગુજરાતમાં વસ્તા મરાઠીઓ તેમ જ મુંબઈમાં વસ્તા ગુજરાતીઓ વચ્ચે એક હકારાત્મક સંદેશ ગયો છે.
Published on: Mon, 15 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer