વિશ્વના સૌથી મોટા વિમાનનું અમેરિકામાં સફળ ઉડાન

વિશ્વના સૌથી મોટા વિમાનનું અમેરિકામાં સફળ ઉડાન
કલાકના 302 કિ.મી.ની ગતિ સાથે ઊડેલું સ્ટ્રેટોલોન્ચનું વિમાન 33 હજાર ફૂટ ઊંચેથી રૉકેટ છોડશે
 
લોસ એન્જેલસ, તા. 14 : દુનિયાનાં સૌથી મોટા વિમાને કેલિફોર્નિયામાં સફળતાપૂર્વક ઉડાન ભરી હતી. સ્ટ્રેટોલોન્ચ કંપનીએ બનાવેલા આ વિમાનમાં છ બોઇંગ 747 એન્જિન લગાવાયાં છે. આ વિમાનની છ ખાસ વિશેષતા એ છે કે, તેનાથી 33 હજાર ફૂટની ઊંચાઇ પર રોકેટ છોડી શકાય છે. આ વિમાનનું નિર્માણ અવકાશમાં રોકેટ લઇ જવા અને ત્યાં છોડવાના હેતુ સાથે કરાયું છે. અમેરિકી ફૂટબોલ મેદાનની લંબાઇથી મોટી પાંખવાળા આ વિમાન મોજેવ રણમાં 17 હજાર ફૂટ ઊંચે અઢી કલાક સુધી ઉડાન ભરી હતી.
સ્ટ્રેટોલોન્ચ દ્વારા નિર્મિત વિશ્વનું આ સૌથી મોટું વિમાન કલાકના 302.4 કિલોમીટરની મહતમ ગતિ સાથે ઉડયું હતું. સ્ટ્રેટોલોન્ચની સ્થાપના 2011માં માઇક્રોસોફટના સહસંસ્થાપક દિવંગત પોલ એલન દ્વારા મોટાં વિમાનને ઓર્બિટલ ક્લાસ રોકેટ માટે ઉડાન લોન્ચ પેડના રૂપમાં વિકસિત કરવા માટે કરાઇ હતી.
Published on: Mon, 15 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer