બે પરિવારે જમ્મુ-કાશ્મીરની ત્રણ-ત્રણ પેઢીને તબાહ કરી છે : મોદી

બે પરિવારે જમ્મુ-કાશ્મીરની ત્રણ-ત્રણ પેઢીને તબાહ કરી છે : મોદી
કથુઆ, મોરાદાબાદ અને અલીગઢમાં વડા પ્રધાનની જનસભા: મુફ્તી - અબદુલ્લા, કૉંગ્રેસ અને સપા-બસપાને આડેહાથ લીધા
 
નવી દિલ્હી, તા. 14 (પીટીઆઈ) : લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનાં મતદાન પહેલા પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના કથુઆ, ઉત્તર પ્રદેશના મોરાદાબાદ અને અલીગઢમાં જનસભા સંબોધી હતી. કથુઆમાં મેદની સંબોધતા મોદીએ પીડીપી અને નેશનલ કોન્ફ્રેન્સ ઉપર શાબ્દિક પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીરની ત્રણ-ત્રણ પેઢીને બે પરિવારે તબાહ કરી છે. મુફ્તિ અને અબ્દુલ્લા પરિવારને સંબોધીને મોદીએ કહ્યું હતું કે, આ મોદી છે જે ડરતો નથી, ઝુકતો નથી અને વેંચાતો પણ નથી. આ દરમિયાન કોંગ્રેસને પણ નિશાને લેતા મોદીએ કહ્યું હતું કે, પાક તરફ ઝુકાવ ધરાવતા અલગતાવાદીઓ પ્રત્યે કોંગ્રેસ નરમ છે. જ્યારે મોરાદાબાદમાં પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, વિપક્ષ પાસે મોદીને ગાળો આપવાનું એકમાત્ર કામ બચ્યું છે. સપા-બસપા ગઠબંધન અંગે મોદીએ કહ્યું હતું કે, હાથી સાઇકલ ઉપર સવાર છે અને નિશાને ચોકીદાર છે. આ સાથે ભાજપને કોંગ્રેસથી ત્રણ ગણી બેઠક મળશે તેવો દાવો કર્યો હતો. 
જમ્મુ કાશ્મીરના કથુઆમાં રેલી દરમિયાન મોદીએ ખાસ કરીને મુફ્તિ અને અબ્દુલ્લા પરિવાર ઉપર પ્રહાર કર્યા હતા. મોદીએ લોકોને કહ્યું હતું કે કાશ્મીરના ઉજ્જવળ ભવિષ્ય માટે આ બન્ને પરિવારની વિદાય જરૂરી છે. આ બે પરિવાર પૂરાં કુટુંબને મેદાનમાં ઉતારે, કાકા, મામા, ભાઈ, ભત્રીજા, ભાણેજ, સાળા તમામ ભેગા થઈને મોદીને ગાળો આપે પણ દેશના ટુકડા કરી શકશે નહીં. 
Published on: Mon, 15 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer