નીરવની વધુ અસ્ક્યામતો જપ્ત કરવાની દિશામાં ઊઉનાં પગલાં

નવી દિલ્હી, તા. 15 : પંજાબ નેશનલ બૅન્ક સાથે કરોડોનું કૌભાંડ આચરનાર ભાગેડુ નીરવ મોદી સાથે સંકળાયેલી કરોડોની અસ્ક્યામત જપ્ત કરવાની કાર્યવાહી તેની તપાસ કરતી એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ હાથ ધરી છે. આ કેસની તપાસના હિસ્સા સમાન એજન્સીએ નીરવ અને તેના સહયોગીઓની કેટલીયે પ્રોપર્ટી પર ટાંચ પણ મારી છે.
આ આરોપી સાથે સંકળાયેલી બીજી અનેક પ્રોપર્ટીઝ જેના પર ટાંચ કે જપ્તી કરાઈ નથી તેની યાદી તૈયાર કરાઈ રહી છે. તાજેતરમાં ઇડીએ હૉંગકૉંગમાંની નીરવ મોદી જેમાં સંકળાયેલ છે તેવી રૂા. 255 કરોડની કીમતી અસ્ક્યામતો તથા ઝવેરાત પર ટાંચ મારી હતી.
હવે નવેસરનો જપ્તી માટે અૉર્ડર (પ્રોવિઝનલ) પ્રિવેન્ટેશન અૉફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જારી કરાશે.
આ કેસમાં અત્યાર સુધીમાં રૂા. 4744 કરોડની જપ્તી કરાઈ છે. ઇડીએ નીરવ સામે આરોપનામું ઘડી કાઢ્યું છે જેમાં નીરવે વિદેશમાંના બૅન્ક ભંડોળમાંના રૂા. 6400 કરોડ જે તેની અને તેના પરિવારના હસ્તકની ડમી કંપનીઓના નામે ટ્રાન્સફર કરાયા હતા.
તાજેતરમાં ઇડીએ ગીતાંજલિ ગ્રુપની રૂા. 13 કરોડની ફેકટરી પર ટાંચ મારી હતી. જે નાસતા ફરતા મેહુલ ચોકસીની માલિકી હોવાનું મનાય છે.

Published on: Mon, 15 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer