મધ્ય રેલવેનું CSMT 1 મેથી બનશે `નો ક્રાઈમ, નો બૅગિંગ, નો હૉકિંગ ઝોન''

મુંબઈ, તા. 15 : દેશભરમાં સલામત સ્ટેશનો બનાવવાના તેના પ્રોજેક્ટના ભાગરૂપે મધ્ય રેલવેનું છત્રપતિ શિવાજી મહારાજ સ્ટેશન (સીએસએમટી) 1 મેથી નો ક્રાઈમ, નો બેગિંગ, નો હોકિંગ સ્ટેશન બની રહેશે. આ મૉડેલ સ્ટેશનો સર્જવાની મધ્ય રેલવેની ઝુંબેશનો પણ એક હિસ્સો હોઈ સ્ટેશનની જગ્યાનું 24#7 જાપ્તા સાથે સીસીટીવી કૅમેરા મારફત મોનિટરિંગ કરાશે અને રેલવે પોલીસના કર્મચારીઓ સાદા વેશમાં ડ્રગ્સ બંધાણીઓ તેમ જ ગુંડાઓ પર કારવાઈ કરશે.
સીએસએમટીમાં મોબાઈલ ચોરી અને પાકીટમારીની દરરોજ સરેરાશ ચાર ઘટનાઓ બને છે. અહીં જાન્યુઆરી અને માર્ચ વચ્ચે લૂંટના નવ કેસ ઉપરાંત ચોરીની 400 ઘટનાઓ નોંધાઈ હતી. વધુમાં પ્રવાસીઓ સાથે ડ્રગ્સ, હુમલા, છેડતી તેમ જ અપહરણની પણ એક એક ઘટના બની હતી.
આ ઝુંબેશના ભાગરૂપે મધ્ય રેલવેએ રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ને વિવિધ કારવાઈ સુનિશ્ચિત કરવા જણાવ્યું છે જેમાં દરવાજો બંધ કરી સહપ્રવાસીને ટ્રેનમાં આવતા અટકાવવા, ધમકાવવા તેમ જ ટુવાલ બિછાવી સીટ રોકતાં અટકાવવા, પ્રવાસીઓને ઘેનયુક્ત પીણું પીવડાવી લૂંટનારા વિરુદ્ધ પગલાં લેવાં, લેડીઝ કોચમાં અતિક્રમણ નહીં કરવા દેવું અને સ્ટેશનની જગ્યામાંથી તમામ લુખ્ખાઓને દૂર કરવાનો સમાવેશ થાય છે.
આ ઝુંબેશ હેઠળ સીએસએમટી ઉપરાંત લોકમાન્ય તિલક ટર્મિનસ (એલટીટી), થાણે, કલ્યાણ અને પનવેલ સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવશે. જ્યાં ગુનાહિત પ્રવૃત્તિઓ ફૂલીફાલી રહેલી જણાય છે એમ ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર, કે. કે. અશરફે જણાવ્યું હતું 

Published on: Mon, 15 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer