દેના અને વિજયા બૅન્કની સંપૂર્ણ વિલીનીકરણની પ્રક્રિયાને બે વર્ષ લાગશે

મુંબઈ, તા. 15 : બૅન્ક અૉફ બરોડામાં (બીઓબી) દેના બૅન્ક અને વિજયા બૅન્કના વિલિનીકરણની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થતાં બે વર્ષ જેટલો સમય લાગશે એવી શક્યતા જણાય છે. આમ તો આ વિલિનીકરણની પ્રક્રિયા પહેલી એપ્રિલથી શરૂ થઈ ગઈ છે. જેમાં ઇન્ફોર્મેશન ટેક્નોલૉજીના એકીકરણને લગભગ 12 માસ અને બાકીની પ્રક્રિયા તથા પદ્ધતિ પૂરી થવાને બીજું એકાદ વર્ષ લાગશે એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
આ ફેરફારના અમલીકરણ વેળા ગ્રાહકોને ઓછામાં ઓછી તકલીફ પડે એવી તકેદારી રખાશે અને આ પ્રક્રિયાના વચગાળાના સમય માટે આ ત્રણે એન્ટિટીઝનાં નામકરણ જાળવી રખાશે અને આના નવા સ્વરૂપના માળખામાં ફેરવવામાં ચાલુ કામગીરીને ઓછામાં ઓછી અસર પડે તેનું વિશેષ ધ્યાન રખાશે.
સરકારે બૅન્કમાં રૂા. 5042 કરોડનું રોકાણ કર્યું છે જેથી આ પ્રક્રિયામાં થનારા વધારાના ખર્ચ માટે જરૂરી મૂડી ઉપલબ્ધ બની રહે.
આ બૅન્કોમાં બૅન્ક અૉફ બરોડા (બીઓબી), એસબીઆઇ પછી બીજા નંબરની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બૅન્ક ગણાય છે. જે હવે 9500થી વધુ શાખાઓ, 13,400 એટીએમ અને 85,000 કર્મચારીઓ અને 12 કરોડ ગ્રાહકો ધરાવે છે.

Published on: Mon, 15 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer