સટ્ટાનો અડ્ડો પકડાયો

મુંબઈ, તા. 15 : દાદરના બાબુરામ પરુલેકર માર્ગ પરની રહેવાસી ઈમારતમાં ચાલતા સટ્ટાના અડ્ડા પર પોલીસે છાપો મારી આઈપીએલ મૅચો પર લેવામાં આવતા સટ્ટા સંદર્ભમાં ઉત્તમ જૈન, સંજય લાપસિયા સહિત ત્રણ જણની ધરપકડ કરી છે. સટ્ટાબાજોના રૂમમાંથી 20 મોબાઈલ, લેપટોપ, એલઈડી ક્રીન સહિત અન્ય મુદ્દામાલ પણ પોલીસે હાથ કર્યા છે. દાદર પોલીસ  વધુ તપાસ ચલાવી રહી છે. હવે મુંબઈમાં આઈપીએલની ફક્ત ગણતરીની જ મૅચો બાકી રહી ગઈ છે ત્યારે ક્રિકેટ પરના સટ્ટાને ડામવા પોલીસ સક્રિય છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer