શૅરોમાં ચાલુ સુધારાનો ઝોક

મુંબઈ, તા. 15 : આજે નવા સપ્તાહના પ્રથમ સત્રની શરૂઆત `ફ્લૅટ' કર્યા પછી બજારે આગળ ઉપર મજબૂત ટ્રેન્ડ પ્રસ્થાપિત કર્યો હતો. એશિયન બજારોના આજે સવારે પ્રોત્સાહક અહેવાલ અને ડૉલર નબળાઈના અહેવાલે સ્થાનિકમાં લેવાલીનો માહોલ જણાયો હતો. બજારનો બેન્ચમાર્ક સેન્સેક્ષ આગલી બંધ સપાટીની તુલનાએ સવારે 9.00 વાગે 64 પોઈન્ટ તો નિફ્ટી 13 પોઈન્ટ ઊંચો ક્વોટ થતો હતો. જોકે આગળ ઉપર ચાલુ બજારે એટલે કે 10.02 વાગે વૃદ્ધિની ચાલ ધીમી પડતી જણાઈ હતી અને ત્યારે સેન્સેક્ષ 49 પોઈન્ટ વધીને 38,816ની તો નિફ્ટી 14 પોઈન્ટના સુધારે 11,658ની સપાટીને સ્પર્શ્યો હતો. સારા ત્રિમાસિક પરિણામના ટેકાએ ટીસીએસ ઊંચકાયો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer