IMD આજે અલ નિનો સંદર્ભમાં પ્રથમ ચોમાસાની આગાહી કરશે

નવી દિલ્હી, તા. 15 : ઉનાળુ મોન્સૂનને નબળું બનાવનારી અલ નિનોની વિલક્ષણતા વચ્ચે ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) આજે ચાલુ વર્ષની જૂન-સપ્ટેમ્બરની મુદત માટેના વરસાદની આગાહી વ્યક્ત કરશે.
આ વર્તારો ભારતમાં કૃષિ ક્ષેત્ર માટે મહત્ત્વનો છે, જ્યાં લગભગ અડધોઅડધ ખેતીની કામગીરી મોસમના વરસાદ પર આધારિત રહેતી હોય છે. પ્રથમ તબક્કાની આગાહી (એલઆરએફ) ચાર મહિનાની મોસમ (ચોમાસા) દરમિયાન વરસાદની ટકાવારીના અનુમાન પૂરતી મર્યાદિત રહેશે, જેનો છેલ્લાં 50 વર્ષનો (1951થી 2000) સાઉથ-વેસ્ટ મોન્સૂનનો વર્તારો 89 સે.મી. વરસાદનો છે.
વરસાદને લગતી પ્રાદેશિક તેમ જ માસિક આગાહી, આઈએમડીના આગામી અનુમાનમાં જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે.
અલ નિનો એક ક્લાયમેટ પેટર્ન છે, જ્યાં પૂર્વ અને સેન્ટ્રલ પેસિફિક ઓસનની ઉષ્ણતા થ્રેસોલ્ડ લેવલ ઉપરાંત વધી જઈ વિન્ડ પેટર્નમાં ફેરફાર તરફ દોરી જાય છે અને તે મોટે ભાગે ભારતના સમર મોન્સૂનને નબળું બનાવે છે.
આના આધારે ખાનગી વેધર ફોરકાસ્ટ એજન્સી સ્કાયમેટ વેધરે ગત ત્રણ એપ્રિલે 2019નું ચોમાસું સામાન્યથી નીચે રહેવાની આગાહી કરી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer