વર્લ્ડ કપની ટીમમાંથી પંત અને રાયડૂ આઉટ: વિજય અને કાર્તિકને તક

વર્લ્ડ કપની ટીમમાંથી પંત અને રાયડૂ આઉટ: વિજય અને કાર્તિકને તક
વિશ્વ કપની ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ : 15 ખેલાડીની ટીમમાં કોઇ નવો ચહેરો નહીં

મુંબઈ, તા.15: ઇંગ્લેન્ડ અને વેલ્સમાં તા. 30 મેથી રમાનાર આઇસીસી વન ડે વર્લ્ડ કપની ભારતીય ટીમમાં યુવા વિકેટકીપર અને આક્રમક બેટસમેન રીષભ પંતને સ્થાન મળ્યું નથી. આ ઉપરાંત ચોથા ક્રમની રેસનો મજબૂત બેટધર અંબાતિ રાયડૂને પણ ટીમ ઇન્ડિયાની વર્લ્ડ કપ સ્કોવડમાં સામેલ કરાયો નથી. પસંદગીકારોએ કેએલ રાહુલ, વિજય શંકર અને દિનેશ કાર્તિકને તક મળી છે. વર્લ્ડ કપની ભારતીય ટીમમાં કોઇ નવો ચહેરો કે આશ્ચર્યજનક નામ નથી. ત્રીજા સ્પિનર તરીકે રવિન્દ્ર જાડેજા ઇંગ્લેન્ડ જશે. કેપ્ટન વિરાટ કોહલી છે અને વાઇસ કેપ્ટન તરીકે રોહિત શર્મા છે. 
વર્લ્ડ કપની ભારતીય ટીમમાં ત્રણ ઓપનિંગ બેટસમેન તરીકે શિખર ધવન, રોહિત શર્મા અને કેએલ રાહુલ છે. 
મીડલ ઓર્ડરમાં સુકાની વિરાટ કોહલી, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, એમએસ ધોની, વિજય શંકર અને હાર્દિક પંડયા છે. જ્યારે ઝડપી બોલર તરીકે બુમરાહ, શમી, ભુવનેશ્વર છે. તેને ઓલરાઉન્ડર તરીકે હાર્દિકનો સાથ મળશે. કુલદિપ યાદવ અને યજુર્વેન્દ્ર ચહલ બે રીસ્ટ સ્પિનર છે. તો રવિન્દ્ર જાડેજા સ્પિનર ઓલરાઉન્ડરની ભૂમિકામાં રહેશે. 
રિપોર્ટ અનુસાર કેએમકે પ્રસાદની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ 13 નામ ફિકસ કરી લીધા હતા. ફકત બે નામ પર જ બેઠકમાં ચર્ચા થઇ હતી. જેમાં રાયડૂ અને પંત આખરે કપાયા હતા અને વિજય શંકર અને દિનેશ કાર્તિકને ટીમમાં સમવાયા હતા. 
ઓલરાઉન્ડર હોવાની ક્ષમતાને લીધે વિજય શંકરે બાજી મારી હતી. તો અનુભવી અને સારા વિકેટકીપીંગને લીધે પંતના સ્થાને કાર્તિકને મોકો અપાયો હતો.
Published on: Tue, 16 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer