સિનિયર સિટિઝન દંપતીનો વિવાદ

ફેમિલી કોર્ટે આપેલા આદેશમાં મધ્યસ્થી નકારતી હાઇકોર્ટ

મુંબઈ, તા.15 : વાલકેશ્વરના એક વરિષ્ઠ યુગલમાંથી 72 વર્ષના પત્નીએ પતિ પર ત્રાસ ગુજારવાનો આરોપ કર્યો હતો અને આ કેસમાં ફેમિલી કોર્ટે આ યુગલના ડુપલેક્ષના ઉપરના માળનો કબજો પત્ની પાસે જ રહેશે એવો આદેશ કર્યો હતો. તાજેતરમાં બૉમ્બે હાઇ કોર્ટે આ કેસમાં મધ્યસ્થી કરવાનો ઇન્કાર કર્યો છે. 
બાંદરા ફેમિલી કોર્ટે વર્ષ 2018માં કરેલા આદેશને 75 વર્ષના પતિએ હાઇ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો તેની સુનાવણી ગયા અઠવાડિયે જજ અખીલ કુરેશી અને જજ સારંગ કોટવાલની ખંડપીઠે કરી હતી. અરજીમાં પતિએ એવું વચન આપ્યું હતું કે મારો ઇરાદો પત્નીને ફ્લેટમાંથી બહાર કાઢવાનો નથી, તેથી કોર્ટે આ મામલે કોઇ મધ્યસ્થીનો ઇન્કાર કર્યો હતો, આ ડુપલેક્ષમાં નીચેના માળનો કબજો પતિ પાસે છે.  જો કે મહિલાએ પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસા તેમ જ અભદ્ર ભાષા અને મારપીટ કરવાના આક્રમક સ્વભાવના કેસની સુનાવણી હજુ ચાલી રહી છે. જો કે હાઇ કોર્ટે આટલી મોટી ઉંમરે આ યુગલ વચ્ચે આવા વિવાદ અંગે નારાજી પણ દર્શાવી હતી. 
ફેમિલી કોર્ટના આદેશમાં પત્નીને ડુપલેક્ષમાં ઉપરના માળનો કબજો અને વળતર પેટે પતિને એક લાખ રૂપિયા આપવાનો આદેશ પણ કર્યો હતો.  

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer