યોગી કેબિનેટમાંથી રાજભરનું રાજીનામુ

યુપીની 25 બેઠકો ઉપર ઉમેદવાર ઉતારશે

બલિયા, તા.15 : સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (એસબીએસપી)નાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તરપ્રદેશ રાજ્ય સરકારનાં કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભરે આજે મોટો ફેંસલો લેતા ભાજપથી અલગ થઈને પ્રદેશની 2પ લોકસભા બેઠકો ઉપર ચૂંટણી લડવાનું એલાન કર્યુ છે. રાજભરે આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં અંગત સચિવને પોતાનું રાજીનામુ પણ આપી દીધું હતું. બેઠક વહેંચણી મુદ્દે અસંતોષને પગલે રાજભરે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું. તેમનાં કહેવા અનુસાર ભાજપની નેતાગીરીએ તેમનાં પક્ષને અણદીઠો કર્યો છે.
Published on: Tue, 16 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer