પુણેમાં અકસ્માતનો કેસ હત્યાનો નીકળ્યો

પુણેમાં અકસ્માતનો કેસ હત્યાનો નીકળ્યો
બહેનનું કાસળ કાઢવા બદલ ભાઈની ધરપકડ

પુણે, તા. 15 : પુણેમાં સપ્ટેમ્બરમાં એક મહિલાના અકસ્માતમાં થયેલા મૃત્યુના પ્રકરણને એક નવો વળાંક મળ્યો છે. આ મહિલાના વીમાની ત્રીસ લાખની રકમ મળે એ માટે તેના ભાઈએ જ તેની હત્યા કરી હોવાનું હવે બહાર આવ્યું છે. 9 સપ્ટેમ્બર, 2018ના રોજ સંગીતા હિવાળેનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જોકે, પોલીસની તપાસમાં આ હત્યા હોવાની ખબર પડી હતી અને તેના 40 વર્ષના ભાઈ જોન ડેનિયલ બોર્ડેની ધરપકડ કરાઈ છે.
એ દિવસે જોન ડેનિયલ કારમાં બહેનને હૉસ્પિટલમાં લઈ જઈ રહ્યો હતો. કારમાં બહેનનો પંદર વર્ષનો દીકરો સાયમન અને માતા પણ હતી. રસ્તામાં ગાડી ખરાબ થઈ જતા જોન, સાયમન અને માતા નીચે ઉતર્યા હતા. એ નીચે ઉતર્યા કે તરત જ કારમાં આગ લાગી હતી. જોને બહેનને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એ બચાવી શક્યો નહોતો. આવું નિવેદન એ વખતે જોને પોલીસને આપ્યું હતું. પોલીસે કહ્યું હતું કે પૈસાના મુદ્દે ભાઈ-બહેન વચ્ચે ઝઘડો થયો હતો અને ગુસ્સામાં ભાઈએ બહેનનું માથું જમીન પર અફડાવ્યું હતું. એ વખતે ઘરમાં બીજું કોઈ નહોતું. એટલે જોને હૉસ્પિટલમાં લઈ જવાનું નાટક કર્યું અને સાથે બહેનના દીકરા અને પોતાની માને પણ સાથે રાખી.
Published on: Tue, 16 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer