મંદિરમાં તુલાભારમ વિધિમાં વજનકાંટો તૂટતાં શશી થરુરને માથે, પગે ઈજા, છ ટાંકા

મંદિરમાં તુલાભારમ વિધિમાં વજનકાંટો તૂટતાં શશી થરુરને માથે, પગે ઈજા, છ ટાંકા
થિરુવનંથપુરમ, તા.15: અહીંના ગાંધારી અમ્મા મંદિરમાં આજે સવારે દર્શનાર્થે આવેલા કોંગ્રેસી સાંસદ શશી થરુરને મંદિરમાંના વિચિત્ર અકસ્માતમાં તેમને માથે અને પગે ઈજા થઈ હતી અને છ ટાંકા આવ્યા હતા.
તુલાભારમની વિધિ કરાવવાને તેઓ જે વજનકાંટામાં બેઠા હતા તે વજનકાંટો જ તૂટીને તેમની ઉપર પડતાં તેમને ઈજા થઈ હતી. પ્રાથમિક સારવાર માટે અહીંની જનરલ હોસ્પિટલે લઈ જવાયા હતા, તેઓ ખતરામુકત હોવાનું તબીબોએ જણાવ્યુ હતું. તે પછી તેમને વધુ ટેસ્ટ્સ અને સ્કેનિંગ કરાવવા મેડિકલ કોલેજ હોસ્પિટલે લઈ જવાયા હતા.
આ પહેલા સવારે તેમણે સૌને વિશુ ગ્રીટીંગ્ઝ પાઠાવ્યા હતા. અગાઉ પણ તેમણે તુલાભારમ વિધિ કરાવી હતી: ચૂંટણી ઝુંબેશ દરમિયાન કાઝાકકુટ્ટમ મતવિસ્તારમાં તુલાભારમ કરાવ્યુ હતું. આજની આવી વિધિમાં તેમને તુલામાં કેળાના જથ્થા સાટે જોખવામાં આવ્યા હતા. તેમણે ટવીટ કર્યુ હતું કે ઓછામાં ઓછું મંદિરમાં હું હેવીવેઈટ રાજકારણીનો દાવો કરી શકીશ.
Published on: Tue, 16 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer