ભોજપુરી ફિલ્મ અભિનેતા રવિ કિશન ગોરખપુર બેઠક પરથી ઉમેદવાર

ભોજપુરી ફિલ્મ અભિનેતા રવિ કિશન ગોરખપુર બેઠક પરથી ઉમેદવાર
ભાજપના ઉમેદવારોની 21મી યાદી જાહેર

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 15 : ભારતીય જનતા પાર્ટીએ આજે લોકસભાની ચૂંટણી માટેના તેના ઉમેદવારોની 21મી યાદી જાહેર કરી હતી જેમાં ઉત્તર પ્રદેશની બાકીની સાત બેઠકો પરના ઉમેદવારોનાં નામોનો સમાવેશ થતો હતો. આ યાદીમાં ઉત્તર પ્રદેશની ગોરખપુર અને સંત કબીર નગર લોકસભા બેઠક પરના ઉમેદવારોનાં નામ સામેલ છે.
ચાલુ બેઠકમાં પોતાની પાર્ટીના જ વિધાનસભ્યની પગરખાથી પિટાઈ કરીને સમાચારોમાં ચમકેલા સંત કબીરનગરના સાંસદ શરદ ત્રિપાઠીને ટિકિટ આપવામાં આવી નથી. ભાજપે ત્રિપાઠીની જગ્યાએ પ્રવીણ નિષાદને ઉમેદવાર જાહેર કર્યા હતા. એવી જ રીતે ગોરખપુર બેઠક પરથી ભોજપુરી ફિલ્મોના અભિનેતા રવિકિશનને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. અગાઉ આ બેઠક પર વર્તમાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સાંસદ રહી ચૂક્યા છે. છેલ્લી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારની હાર થઈ હતી.
6 માર્ચના જિલ્લા યોજના બેઠકમાં સાંસદ ત્રિપાઠીએ તેમના જ પક્ષના વિધાનસભ્ય રાકેશસિંહ બધેલની મારપીટ કરી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.
આ ઘટનાને ભાજપના કેન્દ્રીય નેતૃત્વે ગંભીરતાથી લીધી હતી અને ત્રિપાઠીને ફરીવાર ટિકિટ નહીં આપીને તેમને એક રીતે સજા કરી છે.
Published on: Tue, 16 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer