પીએમ નરેન્દ્ર મોદી'' નિહાળ્યા બાદ પંચ 22મી સુધી

પીએમ નરેન્દ્ર મોદી'' નિહાળ્યા બાદ પંચ 22મી સુધી
સીલબંધ કવરમાં નિર્ણય આપે : સુપ્રીમ
 
નવી દિલ્હી, તા.15: વડા પ્રધાન પરની બાયોપિક ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી જોઈ જવા અને તે પછી તેની રિલીઝ વિશેનો અંતિમ નિર્ણય રજૂ કરવા સર્વોચ્ચ અદાલતે આજે ચૂંટણી પંચને તાકીદ કરી હતી. તા. 22મી સુધી તેનો નિર્ણય સીલબંધ કવરમાં આપી દેવા અદાલતે પંચને જણાવ્યુ હતું.
પંચે ફિલ્મના ક્રીનિંગ પર ગયા સપ્તાહે નિષેધ મૂકયા સામે ફિલ્મનિર્માતાઓએ અદાલતમાં ધા નાખી હતી. પંચે આચારસંહિતા ટાંકીને પ્રતિબંધનો આદેશ આપ્યો હતો. પંચે અલગ આદેશમાં નિર્માતાઓને દોરવણી આપી હતી કે આગામી આદેશ સુધી ફિલ્મ પ્રદર્શિત કરવી નહીં. લોકસભા ચૂંટણીના પ્રથમ મતદાનની તારીખની જોડાજોડ, ફિલ્મ પણ તા. 11મીથી રિલીઝ થનાર હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer