ધાર્મિક ટિપ્પણીઓ સામે સુપ્રીમ કોર્ટનું સખત વલણ

ધાર્મિક ટિપ્પણીઓ સામે સુપ્રીમ કોર્ટનું સખત વલણ
ચૂંટણી પંચના અધિકારીને આજે તેડાવ્યા

નવી દિલ્હી, તા. 15 : સુપ્રીમ કોર્ટે ચૂંટણી દરમ્યાન પોતાની રેલીઓમાં ધાર્મિક આધારે મત માગનારા નેતાઓ પર કાર્યવાહી ન કરવાને મામલે ચૂંટણી પંચની મર્યાદિત શક્તિઓ પર નારાજગી વ્યક્ત કરી છે.
મુખ્ય ન્યાયાધીશના નેતૃત્વ વાળી બેંચે ચૂંટણી પંચના પ્રતિનિધિઓને મંગળવારે કોર્ટમાં રજૂ થવા આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે એક અરજીની સુનાવણી દરમ્યાન આ વાત કરી હતી આ અરજીમાં એ દળોની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી, જેના નેતા ધર્મ અને જાતિનાં આધારે ચૂંટણીમાં મત માંગે છે.
સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચને પૂછયું કે, `માયાવતીએ પોતાનાં ધાર્મિક આધારે મતદાનનાં નિવેદન અંગેની નોટિસનો જવાબ નથી દીધો. `તમે શું કર્યું ?' આ મુદે્ પંચે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, `અમારી શક્તિઓ સીમિત છે.' સુપ્રીમ કોર્ટ આ મામલામાં મંગળવારે સુનાવણી કરશે. કોર્ટે પંચના અધિકારીઓને પણ કોર્ટમાં ઉપસ્થિત રહેવા જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, દેવબંદમાં સમાજવાદી, બહુજન, સમાજ વાદી, આર.એલ.ડી. જોડાણની એક રેલી દરમ્યાન માયાવતીએ કહ્યું હતું કે, `મુસ્લિમ મતદાતાઓએ ભાવનાઓમાં વહીને પોતાનાં મતમાં ભાગલા નથી પાડવા દેવાના', આ નિવેદનને લઇને અનેક પક્ષોએ નારાજગી જાહેર કરી હતી.
આ નિવેદનના જવાબમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથે પણ `બજરંગ બલી અને અલી'નો ઉલ્લેખ કરીને માયાવતી પર નિશાન સાધ્યું હતું. યોગીના આ નિવેદનની પણ આકરી ટીકા થઇ હતી. આ પછી ગત ગુરુવારે ચૂંટણી પંચે બંને નેતાઓને નોટિસ મોકલીને જવાબ માગ્યો હતો.
Published on: Tue, 16 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer