રફાલ ચુકાદાના ખોટા અર્થઘટન બદલ રાહુલને સુપ્રીમની નોટિસ

રફાલ ચુકાદાના ખોટા અર્થઘટન બદલ રાહુલને સુપ્રીમની નોટિસ
કોર્ટના નીરિક્ષણનું `ચોકીદાર ચોર છે' એવો અર્થ કરવા બદલ પગલું

નવી દિલ્હી, તા. 15 (પીટીઆઈ): સુપ્રીમ કોર્ટ દ્વારા નવા દસ્તાવેજોના આધાર પર રફાલ સોદા મામલામાં પૂનર્વિચાર અરજીના સ્વીકારને `ચોકીદાર ચોર છે' ના રૂપમાં રજૂ કરનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુશ્કેલી વધી છે. સુપ્રીમ કોર્ટે રાહુલને નોટિસ આપી 22 એપ્રિલ સુધી જવાબ માગ્યો છે. ભાજપે પ્રહાર કરતાં કહ્યું હતું કે, રાહુલ ગાંધી દેશ પાસે માફી માગે.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના વડપણવાળી ખંડપીઠે જણાવ્યું હતું કે, અદાલતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોઇ ટિપ્પણી કરી નથી. રાહુલ ગાંધી પર સુપ્રીમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ છે. ભાજપ નેતા મિનાક્ષી લેખીએ રાહુલ વિરુદ્ધ અપરાધી અવમાનનાની અરજી કરી હતી.
અમે એવું સ્પષ્ટ કરીએ છીએ કે, રાહુલ ગાંધીએ આ અદાલતનું નામ લઇને રાફેલ સોદા અંગે મીડિયા અને જનતા સમક્ષ જે કંઇ કહ્યું છે, તે ખોટી રીતે રજૂ કર્યું છે, તેવું સુપ્રીમની ખંડપીઠે કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટની નોટિસ મળ્યા બાદ રાહુલ પર ભાજપે પણ આક્રમક બનીને તેમની માફીની માંગ કરી છે.  કેસરિયા પક્ષના નેતા પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, આજે કોંગ્રેસનો પર્દાફાશ થઇ ગયો છે. અમે રાહુલ ગાંધીના જૂઠાણાની ટીકા કરીએ છીએ.
કોંગ્રેસ અધ્યક્ષની નીતિ રોજેરોજ જૂઠું બોલવાની હોય છે. જૂઠાણું રોજ બોલવાથી સત્ય નહીં બની જાય. તેમની સરકારમાં દરરોજ ઘોટાળા થયા. કયારેક ટુજી, કયારેક કોલસા કૌભાંડ થયાં પરંતુ મોદી સરકારમાં પાંચ વર્ષમાં એકપણ કૌભાંડ નથી થયું, તેવું રાહુલ પર પ્રહાર  કરતાં ભાજપ નેતાએ જણાવ્યું હતું.
Published on: Tue, 16 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer