અમેરિકામાં વાવાઝોડાથી 10 મોત, બે લાખ ઘરમાં વીજળી ગુલ

વૉશિંગ્ટન, તા. 16 : દક્ષિણ અમેરિકામાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. ટેક્સાસ અને ડલાસમાં 8 લોકો મૃત્યુ પામ્યાં અને 80 ઘવાયા છે, તેમાં 10 ગંભીર છે. નોર્થ કેરોલિના, મિશિગન, મિસિસિપી અને મેરિલેન્ડનાં 1.70 લાખ ઘરમાં વીજળી ગુલ છે. 2500થી વધુ ફ્લાઈટ રદ  કરાઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડાનો ઘેરાવો ન્યૂ યૉર્ક, વૉશિંગ્ટન અને એટલાન્ટા સુધી વધશે.
12 મુખ્ય ઍરપોર્ટ પર ફ્લાઈટ સંચાલન બંધ : શિકાગો, હ્યુસ્ટન, ટેક્સાસ, પિટ્સબર્ગ અને ઓહિયો સહિત ડઝનેક પ્રમુખ ઍરપોર્ટથી ફલાઈટનું સંચાલન બંધ કરાયું છે.

Published on: Tue, 16 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer