ગુજરાતનાં અનેક શહેરના વાતાવરણમાં પલટો

અમદાવાદ, તા. 16  : હવામાન ખાતાની આગાહી પ્રમાણે સોમવારથી જ રાજ્યનાં અનેક શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. મંગળવારે સવારે રાજ્યનાં અનેક શહેરોમાં ધૂળની ચાદર છવાઈ ગઈ છે, તેમ જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અમદાવાદમાં મોડી રાતથી જ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઊડતાં વાતાવરણ ધૂંધળું બની ગયું છે. રાજ્યના અન્ય જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડયો છે. રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવતાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. અમદાવાદ સહિત અન્ય શહેરના લોકો 40થી વધારે ડિગ્રી ગરમીમાં શેકાઈ રહ્યા હતા તેમને તાત્કાલિક રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુરુવાર સુધી ગરમીમાં થોડી રાહત રહેશે.

Published on: Tue, 16 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer