જાડેજાએ કૉંગ્રેસમાં સામેલ બહેનને નહીં, ભાજપમાં સામેલ પત્નીને ટેકો આપ્યો

જાડેજાએ કૉંગ્રેસમાં સામેલ બહેનને નહીં, ભાજપમાં સામેલ પત્નીને ટેકો આપ્યો
અમદાવાદ, તા. 16 : આઈપીએલમાં વ્યસ્ત રવીન્દ્ર જાડેજાએ સોમવારે ટ્વીટર પર `આઈ સપોર્ટ બીજેપી' તેમ જ તેમનાં પત્નીનું નામ લખી ટ્વીટ કર્યું છે. તેમનાં બહેન નયનાબા હજુ 24 કલાક પહેલાં જ કૉંગ્રેસમાં ભળ્યાં હતાં ત્યારે તુરંત રવીન્દ્રની આ પ્રતિક્રિયા પરિવારમાં ચાલી રહેલા ક્લેશનું સૂચક છે તેવી ચર્ચા ઊઠી છે.

ભારતીય ક્રિકેટ ટીમના અૉલરાઉન્ડર અને સોમવારે જ જેમને વર્લ્ડ કપની ટીમમાં સમાવાયા છે તે રવીન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબા થોડા સમય પહેલાં જ ભાજપમાં ભળ્યાં હતાં. ચૂંટણી પહેલાં પક્ષમાં ભળ્યાં બાદ એવી પણ જોરશોરથી ચર્ચા ઊઠી હતી કે રિવાબાને ભાજપ સાંસદની ટિકિટ આપશે. જોકે ત્યાર બાદ પૂનમબેન રિપીટ થતાં એ થિયરી ખોટી ઠરી હતી, તો રિવાબાએ પણ પોતે આ નિર્ણયથી નારાજ ન હોવાનું જાહેર કર્યું હતું.

એક અખબારે નયનાબાને પ્રશ્ન કર્યો હતો કે તેમનાં ભાભી ભાજપમાં છે અને તેઓ કૉંગ્રેસમાં આવું કેમ? જેના જવાબમાં  કહ્યું હતું કે તે બંનેના વિચારો અલગ અલગ છે એટલે રિવાબા ભાજપ અને પોતે કૉંગ્રેસમાં  જોડાયાં છે.Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer