`મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાજ માટે પરવાનગી આપો''

`મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાજ માટે પરવાનગી આપો''
નવી દિલ્હી, તા. 16 : સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને માગ કરવામાં આવી છે કે મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાજ માટે પરવાનગી આપવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે મસ્જિદમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશ પર રોક ગેરકાયદે અને ગેરબંધારણીય છે અને આ સમાનતાના અધિકાર, જીવનના અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે.
અરજીમાં વધુમાં જણાવાયું છે કે કુરાન અને ઇદીસમાં લિંગના આધાર પર કોઈ ભેદ નથી. મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં પ્રવેશ પર રોક સમાનતાની વિરુદ્ધ છે અને આ ગેરબંધારણીય છે. આ ચલન મહિલાઓની મૌલિક ગરિમાની વિરુદ્ધમાં છે અને બંધારણમાં આપવામાં આવેલા મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે. અરજીમાં એમ પણ કહેવાયું છે કે પુરુષોની જેમ મહિલાઓને  પણ ઇબાદતનો બંધારણીય અધિકાર છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે હજી સુધી મુસલમાનોના કેટલાક ફિરકાઓમાં જ મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાજ પઢવાની પરવાનગી છે. સુન્નીઓના કેટલાક ફિરકામાં આની મનાઈ છે. ત્યાં સુધી કે જ્યાં મુસ્લિમ મહિલાઓને નમાજ માટે મસ્જિદમાં જવાની પરવાનગી છે ત્યાં તેમના માટે અલગ જગ્યા આપવામાં આવે છે. ભારતમાં મોટા ભાગની મસ્જિદોમાં આવું નથી. અરજદાર વકીલ આશુતોષ દુબેએ કહ્યું છે કે બધી મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં જવાની પરવાનગી આપવામાં આવે અને તેમની સાથે કોઈ ભેદભાવ રાખવામાં આવે નહીં.

Published on: Tue, 16 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer