ચોમાસું : ઉદ્યોગો-ગ્રામીણ અર્થતંત્ર માટે આશીર્વાદરૂપ

ચોમાસું : ઉદ્યોગો-ગ્રામીણ અર્થતંત્ર માટે આશીર્વાદરૂપ
નવી દિલ્હી, તા. 16 : સોમવારે કરાયેલી `લગભગ સામાન્ય' ચોમાસાની આગાહી ઇલેક્ટ્રોનિક, ડયુરેબલથી માંડી અૉટોમોબાઈલ ઉદ્યોગો માટે માગમાં વધારો કરવા ઉપરાંત નાણાકીય બજારોમાં પણ નવા પ્રાણ ફૂંકનારી બની રહેશે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.
`સારો વરસાદ કૃષિ અર્થતંત્રને નિશ્ચિત મદદરૂપ થશે. અમને આશા છે કે ત્રીજા ક્વાર્ટરથી ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ખપતમાં વધારો થશે અને તે આગામી ક્વાર્ટર સુધી લંબાશે, એમ ગોદરેજ એપ્લાયન્સીસના વાઈસ પ્રેસિડન્ટ કમલ નાંદીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ગ્રામીણ અર્થતંત્ર મજબૂત થવાથી ડાયરેક્ટ કૂલ રેફ્રીજરેટર્સ, સેમી અૉટોમેટિક વોશિંગ મશીન અને એર કૂલર જેવાં સાધનોનાં વેચાણમાં વધારો થશે, જે એપ્લાયન્સ ઇન્ડસ્ટ્રીના વેચાણનો 35થી 40 ટકા હિસ્સો બને છે. મધ્ય ભારત અને પશ્ચિમી દરિયાકાંઠે થનારા વરસાદની આ વર્ષે કૃષિ ક્ષેત્ર પર સકારાત્મક અસર થશે, એમ ભારતીય વેધશાળા વિભાગ (આઈએમડી)ની દેશ માટેની દક્ષિણ-પશ્ચિમી મોન્સૂન (જૂનથી સપ્ટેમ્બર) 2019 માટેની લોંગ રેન્જ ફોરકાસ્ટ (આગાહી)માં જણાવવામાં આવ્યું હતું. આમ લગભગ સામાન્ય ચોમાસુ ખેડૂતો માટે આનંદજનક સમાચાર બની રહેશે.
અર્થશાત્રીઓના જણાવવા મુજબ હવામાન વિભાગનો વર્તારો માર્કેટોને વેગવાન બનાવશે. નબળું અલ નિને દુકાળના ભયને દૂર કરનારું બની રહેશે. જોકે એકંદર પુરાવા સૂચવે છે કે કોઈ પણ ચોમાસા માટે સૌથી નિર્ણાયક પરિબળ અવકાશી બાબતો બને છે. અમે તાજેતરનાં વર્ષોમાં જોયું છે કે વરસાદની ખાધમાં સીધું કારણદર્શક બળ બન્યું નથી તેમ જ અનાજના ભાવમાં કોઈ વધારો થયો નથી, એમ એસબીઆઈનાં મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્યા ઘોષે જણાવ્યું હતું.
અર્થશાત્રીઓના મતે લગભગ સામાન્ય ચોમાસાની આગાહીથી ભાવમાં કાપ મુકાશે અને માગમાં સતત વધારો થશે. તદુપરાંત પાનખર ખરીફ પાકમાં પણ તે ખેડૂતો માટે લાભકારક બનશે.

Published on: Tue, 16 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer