દિલ્હીનું લક્ષ્ય જીતના ક્રમ પર વાપસી

દિલ્હીનું લક્ષ્ય જીતના ક્રમ પર વાપસી
આજે કોટલાની ધીમી વિકેટ પર પંજાબ સામે ટક્કર
નવી દિલ્હી, તા.19: આઇપીએલમાં શનિવારના બીજા મેચમાં દિલ્હી કેપિટલની ટક્કર કિંગ્સ ઇલેવન પંજાબ સામે થશે. દિલ્હીની ટીમને તેના પાછલા મેચમાં મુંબઇ સામે 40 રને હાર મળી હતી. જયારે પંજાબે તેના આખરી મેચમાં હોમ ગ્રાઉન્ડનો ફાયદો લઇને રાજસ્થાન સામે 12 રને જીત મેળવી હતી. બન્ને ટીમ વચ્ચે આઇપીએલમાં 23 મેચમાં આમનો-સામનો થયો છે. જેમાં દિલ્હીને 9 અને પંજાબને 14 મેચમાં જીત મળી છે. 
દિલ્હીની ટીમને તેના બેટસમેનો શિખર ધવન, પૃથ્વી શો, સુકાની શ્રેયસ અય્યર અને રીષભ પંત પાસેથી સારા પ્રદર્શનની આશા રહેશે. દિલ્હીની બેટીંગ લાઇન અપ આઇપીએલની આ સિઝનમાં સાતત્યસભર પ્રદર્શન કરી શકી નથી. ખાસ કરીને ઇનિંગની વચ્ચેની ઓવરોમાં દિલ્હીનું બેટિંગ નબળુ પડી જાય છે. આ વાત ખુદ ટીમના બેટિંગ કોચ પ્રવીણ આમરેએ સ્વીકારી છે. કોટલાની ધીમી વિકેટ પર આર. અશ્વિન અને મુરુગન અશ્વિન સામે દિલ્હીના બેટધરોની કસોટી થશે. 
બીજી તરફ પંજાબને ફરી એકવાર તેની ઓપનિંગ જોડી ક્રિસ ગેલ અને કેએલ રાહુલ પાસેથી ધમાકેદાર શરૂઆતની આશા રહેશે. ડેવિડ મીલર પણ સારા ફોર્મમાં છે. જો કે દિલ્હીના ઝડપી બોલર રબાડા સામે પંજાબના બેટધરોએ સાવચેત રહેવું પડશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer