કોહલીની સદીની મદદથી બેંગ્લોરે કર્યો તોતિંગ જુમલો

કોહલીની સદીની મદદથી બેંગ્લોરે કર્યો તોતિંગ જુમલો
કોલકાતા, તા. 19 : કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ કરવાનો ફેંસલો કર્યો હતો, ત્યારબાદ મેદાન પર ઊતરેલી પોઇન્ટ ટેબલ પર તળિયાના સ્થાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિસ્ફોટક બેટિંગ કરનાર સુકાની વિરાટ કોહલીની શાનદાર સદીની મદદથી 20 ઓવરમાં 4 વિકેટ 213 રનના મોટા સ્કોર સાથે કોલકાતાને પડકારરૂપ લક્ષ્ય આપ્યું હતું.
શુક્રવારે કાંડાનું કૌવત બતાવતાં કેપ્ટન ઇનિંગ રમનાર કોહલીએ માત્ર 58 દડામાં  9 ચોગ્ગા અને ચાર ગગનચુંબી છગ્ગા સાથે ઝંઝાવાતી 100 રન ફટકારી દીધા હતા. કુલ્લ નવ ઓવર અને ચાર દડા રમીને લાંબા ગાળા સુધી ક્રિઝ પર ટકી રહેલા વિરાટે ફિલ્ડરોને સતત દોડતા રાખીને  ફાંકડી ફટકાબાજી કરતાં નાઇટ રાઇડર્સની છાવણીમાં સોપો પાડી દીધો હતો.
પાર્થિવ પટેલ (11) અને અકશદીપનાથ (13)ના રૂપમાં માત્ર 59 રનમાં બેંગ્લોરે બે વિકેટ ખોઇ દીધા પછી કોહલીએ સ્કોર બોર્ડને ગતિ આપવા માંડી હતી.
સામો છેડો સાચવી રાખતાં વેગવાન અર્ધસદી ઝુડી દેનાર મોઇનઅલીએ માત્ર 28 દડામાં પાંચ ચોગ્ગા અને છ શાનદાર છગ્ગા સાથે 66 રન ફટકારી દીધા હતા.
પૂંછડિયા ખેલાડી માર્કસ સ્ટોઇનીસે અણનમ રહેતાં છેલ્લા દડાઓમાં માત્ર 8 દડામાં 2 ચોગ્ગા, 1 છગ્ગા સાથે 17 રનનો ઉપયોગી ઉમેરો કર્યો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer