ટી-20માં રોહિતે કર્યા 8000 રન

ટી-20માં રોહિતે કર્યા 8000 રન
નવી દિલ્હી તા.19: મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. રોહિત શર્મા ટી-20 ક્રિકેટમાં 8000 રન પૂરા કરનારો ભારતનો ત્રીજો અને દુનિયાનો આઠમો બેટસમેન બન્યો છે. દિલ્હી સામેના ગઇકાલના આઇપીએલના મેચમાં રોહિતે 12 રન કરવાની સાથે આ સિધ્ધિ તેના નામે કરી હતી. આ મેચમાં રોહિતે 22 દડામાં 30 રનની ઇનિંગ રમી હતી. રોહિતના ટી-20માં 8000 રનમાંથી 4716 રન આઇપીએલના છે. ટી-20 ઇન્ટરનેશલનમાં રોહિતના નામે ચાર સદી છે, જે પણ રેકોર્ડ છે. રોહિત પહેલા સુરેશ રૈના (8216) અને વિરાટ કોહલી (8133) ટી-20માં 8000 રન પૂરા કરી ચૂકયા છે. આ મામલે ક્રિસ ગેલ (12670) પહેલા નંબર પર છે. બ્રેંડન મેકયૂલમ (9922) અને શોએબ મલિક (8701) બીજા નંબર પર છે. વોર્નર (8561) ત્રીજા નંબર પર છે.
Published on: Sat, 20 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer