આયાતી સ્ટીલની બીઆઈએસ ચકાસણી વિશેની વાટાઘાટ નિષ્ફળ

આયાતી સ્ટીલની બીઆઈએસ ચકાસણી વિશેની વાટાઘાટ નિષ્ફળ
નવી દિલ્હી, તા. 19 : ભારતમાં વિશેષ પ્રકારના લોખંડની યુરોપના દેશોમાંથી થતી આયાતના ટેસ્ટિંગ બાબતની વાટાઘાટ નિષ્ફળ નીવડી છે. યુરોપના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે અમારી સ્થાનિક સ્ટીલ મિલો દ્વારા ઉત્પાદન થતો માલ આઈએસઓ 9001 અને અન્ય વૈશ્વિક માર્કેટ મુજબનો હોવાથી તેની પુન: બીઆઈએસ સ્ટાન્ડર્ડ સોદાની ચકાસણી અમને મંજૂર નથી.
અગાઉ ભારત સરકારે યુરોપથી આયાત થતાં વિશેષ સ્ટીલની ગુણવત્તા ચકાસવા સ્થળ પર રૂબરૂ બીઆઈએસ સ્ટાન્ડર્ડ ચકાસણીનો આગ્રહ કર્યો હતો, જેનો યુરોપે વિરોધ કર્યો છે.
યુરોપે ચેતવણી આપી છે કે ભારત આ પ્રકારના અવરોધ ઊભા કરીને ડબ્લ્યુટીઓ કરારનો ભંગ કરી રહ્યું છે. જેની અમે ટેક્નિકલ કમિટીને જાણ કરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer