રજનીકાન્તના જમણા હાથની તર્જનીએ શાહી ટપકું

સીઈઓએ મગાવ્યો રિપોર્ટ
ચેન્નાઈ, તા. 19 :  લોકસભા ચૂંટણીના ગઈ કાલના મતદાન દરમિયાન અહીંની સ્ટેલા મેરિસ કોલેજ ખાતેના મતદાન મથકમાં તમિળ સુપરસ્ટાર રજનીકાન્તના ડાબા હાથની તર્જની પર  શાહીનું ટપકું લગાવવાને બદલે જમણા હાથની તર્જની પર કર્યા સબબ ચૂંટણી અધિકારી સામે કદાચ પગલાં લેવાશે. હા, તે ભૂલ હતી એમ કહેનાર મુખ્ય ચૂંટણી અધિકારી સત્યવ્રત સાહુએ કોની ભૂલ હતી તે વિશે ફોડ પાડયો ન હતો અને ઉમેર્યું હતું કે જો ડાબા હાથની તર્જની પર કોઈ તકલીફ હોય તો ડાબા જ હાથની અન્ય કોઈ આંગળીએ શાહી ટપકું કરી શકાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer