અમેરિકી ચૂંટણીમાં રુસની ભૂમિકાની તપાસ

મ્યુલરનો રિપોર્ટ : તપાસ અવરોધવા ટ્રમ્પે દબાણ, દોરવણી, લાલચ સહિતના ધમપછાડા કરી ચૂકયા
 
વોશિંગ્ટન, તા. 19:  અમેરિકાની 2016ની ચૂંટણીમાં રશિયાની ભૂમિકાની તપાસ કરનાર સ્પેશ્યલ કાઉન્સેલ રોબર્ટ મ્યુલરે તૈયાર કરેલા 448 પાનાંના રીપોર્ટમાં કેટલીક ચોંકાવતી વિગતો બહાર આવી છે: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મ્યુલરની હકાલપટ્ટીનો પ્રયાસ કર્યો હતો, પોતે નિર્દોષ હોવા વિશે જાહેરમાં ખાતરી આપવા પોતાના વહીવટીતંત્રના સભ્યોને દોરવણી આપી હતી અને મ્યુલરને સહકાર આપતા રોકવા પૂર્વ સહાયકને માફ કરી દેવાની લાલચ આપી હતી. તપાસ અવરોધવા ટ્રમ્પે પ્રયાસ કર્યાનું ય રિપોર્ટમાં જણાવાયું છે. મ્યુલરે નોંધ કરી છે કે ટ્રમ્પે કાયદાનો ભંગ કર્યો છે કે કેમ તે બાબત સંસદ હાથ ધરી શકે છે.
22 માસની તપાસના અંતે તૈયાર થયેલો રીપોર્ટ, ટ્રમ્પના કોલાહલસભર પ્રમુખપદા અને 2020માં ફરી પ્રમુખપદે ચૂંટાઈ આવવા પક્ષપાતી લાગણીઓ બહેકાવવા જેવા સીમાચિહ્નો જોવા મળે છે.  તપાસને પ્રભાવિત કરવાના પ્રમુખના પ્રયાસો મોટા ભાગે નિષ્ફળ રહ્યા છે, પરંતુ તેમ થવા પાછળ મોટા ભાગે એવું કારણ રહ્યું છે કે તેમની ફરતે રહેલી વ્યકિતઓએ તેમના આદેશો ઉપાડી લેવાનું કે તેમની વિનંતી કાને ધરવાનું નકારી દીધું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer