રાહુલ ગાંધી ઉપર ભડક્યો લલિત મોદી : બ્રિટનની કોર્ટમાં કેસની ધમકી

લંડન, તા. 19 : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તમામ મોદી ચોર કેમ હોય છે તેવું નિવેદન કરીને વિવાદ શરૂ કર્યો છે. જેને લઈને લંડનમાં રહેતા ભાગેડૂ કારોબારી લલિત મોદીએ પણ રાહુલ ગાંધી સામે કેસ કરવાની વાત કરી છે. લલિત મોદીએ કહ્યું હતું કે, મોદી જાતિ ઉપર રાહુલ ગાંધીએ આપેલુ નિવેદન અયોગ્ય છે. લલિત મોદીએ એક ટ્વીટમાં લખ્યું હતું કે, સૌ કોઈ જાણે છે કે કોણ ચોર છે. છેલ્લા પાંચ દાયકાથી કોંગ્રેસે દેશને લૂંટયો છે અને આ લૂંટમાં ગાંધી પરિવારનો જ હાથ રહ્યો છે.   મોદીએ રાહુલ ગાંધીને બ્રિટનની કોર્ટમાં ઢસડી જવાબી ચીમકી પણ આપી હતી. આ અગાઉ રાહુલ ગાંધીએ એક રેલીમાં મોદી રાજના ભાગેડુ કારોબારીઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, તમામ ચોરના નામ મોદી કેમ  છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer