મનસેના પ્રચારના જવાબમાં ભાજપે તૈયાર કર્યો વીડિયો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : લોકસભાની ચૂંટણીની પાર્શ્વભૂમિ ઉપર સર્વત્ર આક્ષેપ અને પ્રતિઆક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેમાં મહારાષ્ટ્રમાં ચૂંટણીના વાતાવરણમાં ગરમાટો વધ્યો છે. મનસેના વડા રાજ ઠાકરે દ્વારા વડા પ્રધાન મોદીને ટીકાનું નિશાન બનાવવામાં આવી રહ્યા છે. રાજ ઠાકરેનું સોશિયલ મીડિયા ઉપર `લાવરે વીડિયો' એ જોરદાર ધમાલ મચાવી રહ્યું છે.
રાજ ઠાકરેના જવાબમાં ભાજપે કેટલાક વીડિયો અમારી પાસે પણ છે...! `મનસે નગરસેવક ઘેતો ફેરી વાલ્યા કડૂન હપ્તે' નામનો વીડિયો કાઢીને મનસેની મજાક ઉડાવવાની શરૂઆત કરી છે. ભાજપ દ્વારા પુણેમાં મનસેના મહિલા કાર્યકર્તા દ્વારા સાડી ચોરવાનો વીડિયો અને કલ્યાણ-ડોમ્બિવલીમાં મનસેના નગરસેવકો દ્વારા હપ્તાની વસૂલાતના આરોપોના વીડિયો વાઇરલ કરવાનો નિર્ણય લીધો છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer