પેટ્રોલના ભાવ વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા

નવી દિલ્હી, તા. 19 : પેટ્રોલની કિંમતમાં આજે પ્રતિ લિટર 7થી 8 પૈસાના વધારા સાથે જ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આ વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. લોકસભા ચૂંટણીને પગલે પેટ્રોલિયમની  કિંમત સ્થિર રાખવાના પ્રયાસ વચ્ચે પણ મુંબઇમાં પેટ્રોલના ભાવ લિટરે રૂા. 78.57 સુધી પહોંચી ગયા છે. જ્યારે દિલ્હીમાં 7 પૈસાના વધારા સાથે 73 રૂપિયા, કોલકાતામાં રૂા. 75.02 અને ચેન્નાઇમાં રૂા. 75.77 થઇ?ગયા છે.
આજે ડીઝલના ભાવમાં કોઇ?વધારો થયો નહોતો. દિલ્હીમાં ડીઝલની કિંમત રૂા. 66.31, કોલકાતામાં રૂા. 68.05, મુંબઇમાં રૂા. 69.40, ચેન્નાઇમાં રૂા. 70.01 થયા છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ તેલના ભાવમાં વધારાની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરીના આરંભે પેટ્રોલની  કિંમત રૂા. 68.65 અને  ડીઝલની કિંમત રૂા. 62.66 હતી.

Published on: Sat, 20 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer