મોદી નહીં મુલાયમ પછાત વર્ગના સાચા નેતા : માયાવતી

મોદી નહીં મુલાયમ પછાત વર્ગના સાચા નેતા : માયાવતી
મૈનપુરીની સભામાં 24 વર્ષ બાદ મૈનપુરી (ઉત્તર પ્રદેશ), તા. 19: એક સમયે એક બીજા સામે પણ ન જોનારા માયાવતી અને મુલાયમ સિંહ લોકસભા ચૂંટણીમાં 24 વર્ષ બાદ એક મંચ ઉપર જોવા મળ્યા હતા અને બન્નેએ એક બીજાના ભરપુર વખાણ કર્યા હતા. રાષ્ટ્રપતિની જાતિ ઉપર થયેલા નિવેદન બાદ હવે  શુક્રવારે મૈનપુરીમાં સમાજવાદી પાર્ટી અને બસપાની એક સંયુક્ત રેલીમાં માયાવતી તરફથી વડાપ્રધાનની જાતિને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું. જેમાં મુલાયમ સિંહને સાચા પછાત વર્ગના નેતા છે જ્યારે મોદી નકલી છે તેમ કહ્યું હતું. બીજી તરફ મુલાયમે પણ માયાવતીની ભરપુર પ્રશંસા કરી હતી અને ગેસ્ટ હાઉસ કાંડની ઝલક આપતા સપાના કાર્યકર્તાઓને માયાવતીનું હંમેશા સન્માન કરવા અપીલ કરી હતી. 
મૈનપુરીની સભામાં મંચ ઉપર મુલાયમ સિંહ બેઠા હતા અને માયાવતીએ ભાષણના શરૂઆતમાં 24 વર્ષ પહેલા બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. જેનાથી બન્ને પક્ષોના સંબંધમાં તિરાડ પડી હતી. સપા બસપાએ ગઠબંધન કેમ કર્યું તેનો જવાબ આપતા માયાવતીએ કહ્યું હતું કે, દેશ-જનહિતમાં તેમજ પક્ષની કામગીરીના હિતમાં નિર્ણયો લેવાની ફરજ પડે છે. જેને આગળ રાખીને અને દેશની વર્તમાન સ્થિતિને ધ્યાને લઈને એકસાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.  સભામાં મુલાયમ સિંહે પોતાના ભાષણનો મોટાભાગનો સમય માયાવતીની પ્રશંસામાં વિતાવ્યો હતો. તેમજ માયાવતીએ ખૂબ સાથ અને સહકાર આપ્યો હોવાનું કહ્યું હતું. તેમજ સપાના કાર્યકરોને માયાવતીનું હંમેશા સન્માન કરવા કહ્યું હતું. 
બીજી તરફ માયાવતીએ પણ મુલાયમ સિંહના પુરજોશમાં વખાણ કર્યા હતા. તેમજ મુલાયમ જ્યારે મંચ ઉપર પહોંચ્યા ત્યારે માયાવતીએ જ તેમનું સ્વાગત કર્યું હતું. માયવતીએ કહ્યું હતું કે, મુલાયમ સિંહ સાચા પછાત વર્ગના નેતા છે. પીએમ મોદી નથી.
મુલાયમ સિંહે સમાજવાદીના બેનર હેઠળ સમાજના લોકોને જોડવાનું કામ કર્યું છે. જ્યારે મોદીએ ગુજરાતમાં પોતાની સરકાર સમયે સત્તાનો દુરુપયોગ કરીને ઉચ્ચ જાતિને પછાત ધોષિત કરી હતી અને તેનો રાજકીય ફાયદો ઉઠાવ્યો હતો. કોંગ્રેસ ઉપર પણ પ્રહાર કરતા માયાવતીએ કહ્યું હતું કે, કોંગ્રેસની રાજ્ય અને કેન્દ્રમાં રહેલી સરકારોને ખોટી કાર્યપ્રણાલી અને નીતિઓના કારણે સત્તામાંથી બેદખલ થવું પડયું હતું.  
આ સાથે માયાવતીએ મુલાયમને ઐતિહાસિક મતોથી જીત અપાવવાની અપીલ કરી હતી. એક મંચ ઉપર જોવા મળ્યા માયા-મુલાયમ : એકબીજાની કરી ભરપુર પ્રશંસા
Published on: Sat, 20 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer