અંતે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે માફી માગી

અંતે સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે માફી માગી
અગાઉ દાવો કર્યો હતો કે મારા શ્રાપને લીધે કરકરેનું મૃત્યુ થયું

નવી દિલ્હી, તા.19: મુંબઈમાંના '08ના આતંકી હુમલામાં માર્યા ગયેલા મુંબઈ એટીએસ સ્કવોડના વડા હેમંત કરકરને મેં શાપ આપ્યો હતો તેથી તેમણે જાન ગુમાવ્યો હતો એવો વિખવાદી દાવો ભાજપી નેતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે કર્યો હતે. લોકસભા ચૂંટણીમાં ભોપાળ બેઠકના ભાજપી ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ,  તેમના આ ચકચારી વિધાનથી જાગેલો વિવાદ વકરવાનું પામી પોતાનું એ સ્ફોટક વિધાન પાછું ખેંચ્યું હતું.
આ પહેલાં તેઓ ભારપૂર્વક એમ જણાવી ચૂકયા હતા કે મેં કરકરેને એવો શાપ આપ્યો હતો કે તેમની પૂર્ણ તબાહી થશે અને તે પછી તેઓ માર્યા ગયા હતા. ભાજપમાં તાજા જ જોડાયેલા સાધ્વી પ્રજ્ઞા '08ના માલેગાંવના ધડાકા કેસના આરોપી છે અને કરકરે તે કેસ તપાસી રહ્યા હતા.
એક સમાચાર એજન્સીએ રીલીઝ કરેલા વીડિયોમાં સાધ્વી એમ કહેતા જોવા મળે છે કે `મારી વિરુદ્ધ પુરાવા ન હોય તો મને જવા દ્યો એમ હેમંત કરકરેને જણાવાયું ત્યારે તેઓ કહેતા કે તેઓ પુરાવા લઈ આવશે પણ મને છોડશે નહીં. મૈને કહા તેરા સર્વનાશ હોગા, ઠીક સવા મહિનેમેં સુતક લગતા હૈ. જીસ દિન મૈં ગઈ થી ઉસ દિન ઈસકે સુતક લગ ગયા થા. ઔર ઠીક સવા મહિને મેં જીસ દિન આતંકવાદીઓને ઈસકો મારા, ઉસ દિન ઉસકા અંત હુઆ ' ઠાકુરે એવો આક્ષેપ પણ કર્યો હતો કે કરકરે મને ત્રાસવાદી જાહેર કરવા જ માગતા હતા.
Published on: Sat, 20 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer