સાધ્વીને લોકસભાની ટિકિટ આપવી યોગ્ય : PM

નવી દિલ્હી, તા. 20 : આતંકવાદના મામલામાં આરોપી રહેલી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને ભોપાલથી લોકસભાની ટિકિટ આપવાને લઈ બીજેપી પર સવાલ ઊભા થઈ રહ્યા છે. સાધ્વીની ઉમેદવારીને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણી ટિકિટ આપવાને યોગ્ય ઠેરવ્યું છે. તેઓએ કહ્યું કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ જામીન પર બહાર છે. પીએમ મોદીએ શુક્રવારે આપેલા એક ઈન્ટરવ્યૂમાં આ 
વાતો કહી હતી. વડા પ્રધાન મોદીએ કહ્યું કે, પ્રજ્ઞા  સિંહ ઠાકુરને ભોપાલથી બીજેપી ઉમેદવાર બનાવવાં તે લોકો માટે સાંકેતિક ઉત્તર છે, જે હિન્દુ સંસ્કૃતિને આતંકવાદી કહે છે.

Published on: Sat, 20 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer