પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઊતર્યા, 28 યાત્રીઓ ઘાયલ

કાનપુર, તા. 20 : ઉત્તર પ્રદેશના કાનપુરમાં રૂમા ગામની નજીક ગઇ કાલે મોડી રાતે ટ્રેન દુર્ઘટના થઇ છે. પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. જ્યારે તેમાંથી 4 કોચ સંપૂર્ણપણે પલટી ગયા હતા. પૂર્વા એક્સપ્રેસ ટ્રેન નંબર 12303 હાવડાથી નવી દિલ્હી જઇ રહી હતી. આ દુર્ઘટના મોડી રાતે થઇ છે. જેમાં 20 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે અને અત્યાર સુધી કોઇપણ જાનહાનિના સમાચાર નથી આવ્યા. ઘટના સ્થળ પર બચાવ અભિયાન ચાલી રહ્યું છે. 
આ અકસ્માત પછી આશરે એક ડઝન ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને કારણે કાનપુરથી દિલ્હી હાવડા રૂટની ફતેહપુર પેસેન્જર સહિત 10 ટ્રેનોને કૅન્સલ કરી દેવામાં આવી હતી. રેલવેના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે કાનપુર સેન્ટ્રલ મોકલી દેવામાં આવ્યા હતા.

Published on: Sat, 20 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer