ઓમાન અને અમેરિકાની ટીમને વન ડે ટીમનો દરજ્જો

દુબઈ, તા.25: આઇસીસીએ વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝનમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ ઓમાન અને અમેરિકાની ક્રિકેટ ટીમને વન ડે ઇન્ટરનેશનલ ટીમનો દરજ્જો આપ્યો છે. આઇસીસીએ આ જાણકારી તેની વેબસાઈટ પર જાહેર કરી છે. ઓમાને લીગ ડિવિઝનના તમામ મેચ જીત્યા છે. અમેરિકાની ટીમે પણ લીગે શાનદાર દેખાવ કર્યો છે. આથી હવે આ બન્ને ટીમ નેપાલ અને યુએઇ સામે ઇન્ટરનેશનલ વન ડે મેચ રમશે.

Published on: Fri, 26 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer