વિન્ડિઝની વર્લ્ડ કપ ટીમમાં ધૂંઆધાર ઓલરાઉન્ડર આંદ્રે રસેલનો સમાવેશ

વિન્ડિઝની વર્લ્ડ કપ ટીમમાં ધૂંઆધાર ઓલરાઉન્ડર આંદ્રે રસેલનો સમાવેશ
આઇપીએલના સારા દેખાવનું ઇનામ: ગેલ પાંચમો વિશ્વ કપ રમશે: પોલાર્ડને તક નહીં

બાર્બાડોસ, તા.25: વેસ્ટ ઇન્ડિઝની વર્લ્ડ કપ ટીમમાં ધરખમ ઓલરાઉન્ડર આંદ્રે રસેલનો સમાવેશ કરાયો છે. રસેલ આઇપીએલમાં કોલકતા નાઇટ રાઇડર્સ તરફથી શાનદાર દેખાવ કરી રહયો છે. તેણે 10 મેચમાં 63.33ની સરેરાશથી 200થી વધુની સ્ટ્રાઇક રેટથી 392 રન બનાવ્યા છે. જેમાં 44 છકકા સામેલ છે. આઇપીએલના આતશી દેખાવનું આંદ્રે રસેલને ઇનામ મળ્યું છે. તેણે વર્લ્ડ કપની કેરેબિયન ટીમમાં જગ્યા મેળવી છે. રસેલે તેનો આખરી વન ડે મેચ ગયા વર્ષે જુલાઇમાં બંગ્લાદેશ સામે રમ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં તેને ઇંગ્લેન્ડ સામેના આખરી બે વન ડેની ટીમમાં સામેલ કરાયો હતો, પણ ઇજાને લીધે તે રમી શકયો ન હતો.
વેસ્ટ ઇન્ડિઝની વર્લ્ડ કપ ટીમમાં કિરોન પોલાર્ડ, માર્લોન સેમ્યૂઅલ, ઝડપી બોલર અલજારી જોસેફ અને કીમો પોલને જગ્યા મળી નથી. આતશી ઓપનર ક્રિસ ગેલ તેનો પાંચમો અને આખરી વર્લ્ડ કપ રમશે. વિન્ડિઝની ટીમનું નેતૃત્વ ઓલરાઉન્ડર જેસાન હોલ્ડર સંભાળશે. નિકોલસ પૂરન વિકેટકીપર તરીકે પસંદ થયો છે. સ્પિનર તરીકે એશ્લે નર્સને તક અપાઇ છે.
ઇંગ્લેન્ડ અને વેલ્સમાં વર્લ્ડ કપનો પ્રારંભ 30 મેથી થઇ રહયો છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમ આજે સૌથી છેલ્લે જાહેર થઇ  છે. બાકીના 9 દેશની ટીમ અગાઉ જાહેર થઇ ચૂકી છે. 
વેસ્ટ ઇન્ડિઝની ટીમ : જેસાન હોલ્ડર (કેપ્ટન), ક્રિસ ગેલ, આંદ્રે રસેલ, શેલ્ડન કોટરેલ, શેનન ગ્રેબિયલ, કેમર રોચ, નિકોલસ પૂરન (વિકેટકીપર), એશ્લે નર્સ, ફેબિયન એલન, શિમરોન હેટમાયર, શાઇ હોપ, આશાને થોમસ, કાર્લોસ બ્રેથવેટ, ડેરેન બ્રાવો અને એવિન લૂઇસ.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer