એશિયન ચેમ્પિયનશિપમાં સિંધુ, સાઇના અને સમીર ક્વાર્ટરમાં

એશિયન ચેમ્પિયનશિપમાં સિંધુ, સાઇના અને સમીર ક્વાર્ટરમાં
વુહાન, તા.25: ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ અને સાઇના નેહવાલ એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. બીજા રાઉન્ડમાં અનુભવી સાઇના નેહવાલે કોરિયાની ખેલાડી કિમ ગા યૂનને 21-13 અને 21-13થી હાર આપી હતી. જ્યારે સ્ટાર શટલર પીવી સિંધુએ બીજા રાઉન્ડમાં ઇન્ડોનેશિયાની ખેલાડી ચોઇરુન્નિસાને 21-15 અને 21-19થી હાર આપી હતી. સિંધુનો સામનો હવે ચીનની કેઇ યાનયાન સામે થશે. પુરુષ સિંગલ્સમાં સમીર વર્માએ હોંગકોંગના ખેલાડી એંગ લોંગને 21-12 અને 21-19થી હાર આપીને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. હવે તે બીજા ક્રમના ચીની ખેલાડી શિ યૂકી સામે ટકરાશે. 
Published on: Fri, 26 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer