શૂટિંગ વર્લ્ડ કપમાં મનુ ભાકર - સૌરભ ચૌધરીની જોડીને ગોલ્ડ મેડલ

શૂટિંગ વર્લ્ડ કપમાં મનુ ભાકર - સૌરભ ચૌધરીની જોડીને ગોલ્ડ મેડલ
બીજિંગ, તા.25: આઇએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપમાં આજે ભારતીય યુવા જોડી મનુ ભાકર અને સૌરભ ચૌધરીએ સુવર્ણ ચંદ્રક પર નિશાન તાંક્યું છે. આ સ્પર્ધામાં ભારતનો આ પહેલો મેડલ છે. 10 મીટર એર પિસ્તોલની મિક્સ ટીમ સ્પર્ધામાં મનુ ભાકર અને સૌરભ ચૌધરીની જોડી ફાઇનલમાં પહેલા સ્થાને રહી હતી. આથી સુવર્ણ ચંદ્રકની હકદાર બની હતી. આ ઉપરાંત 10 મીટર એર રાયફલની મિક્સ ટીમમાં પણ ભારતીય જોડી અંજૂમ મૌદગિલ અને દિવ્યેશ સિંઘની જોડીએ પણ ગોલ્ડ મેડલ જીત્યો છે.

Published on: Fri, 26 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer