1500 મી. દોડમાં ચિત્રાને સુવર્ણ

1500 મી. દોડમાં ચિત્રાને સુવર્ણ
એશિયન એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં ભારત 18 ચંદ્રક સાથે ચોથા સ્થાને

દોહા, તા. 25 : અહીં રમાઇ રહેલ એશિયન એથ્લેકિટ ચેમ્પિયનશીપના ચોથા અને અંતિમ દિવસે ભારતની પી. યૂ. ચિત્રાએ 1500 મીટરની દોડમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. તેણીએ 4 મિનિટ અને 14.56 સેકન્ડમાં દોડ પૂરી કરીને પહેલું સ્થાન મેળવ્યું હતું. ચિત્રા 2017માં પણ ચેમ્પિયન બની હતી. એશિયન એથ્લેકિટસ ચેમ્પિયનશીપમાં ભારતનો આ ત્રીજો સુવર્ણ ચંદ્રક છે. આ ઉપરાંત પુરુષોની 1500 મીટરની રેસમાં અજયકુમારે રજત ચંદ્રક જીત્યો હતો. જ્યારે પુરુષ અને મહિલા વિભાગની 4 બાય 400 મીટરની રીલે ટીમે પણ રજત ચંદ્રક જીત્યા હતા. દુતી ચંદ મહિલાઓની 200 મીટર દોડમાં કાંસ્ય ચંદ્રક જીતવામાં સફળ રહી હતી. આથી ભારતના કુલ 18 ચંદ્રક થયા છે અને ચોથા સ્થાને રહયું છે. ભારતના ખાતામાં 3 સુવર્ણ, 8 રજત અને સાત કાંસ્ય છે. છેલ્લે જ્યારે 2017માં ભુવનેશ્વરમાં એશિયન એથ્લેટિકસ ચેમ્પિયનશીપ યોજાઇ ત્યારે 12 સુવર્ણ, 5 રજત અને 12 કાંસ્ય સાથે કુલ 29 ચંદ્રક સાથે પહેલીવાર ટોચ પર રહયું હતું.
આ વખતે બહેરિન 11 ગોલ્ડ, 7 સિલ્વર અને 4 બોન્ઝ મેડલ સાથે ટોચ પર રહયું છે. ચીન 10 ગોલ્ડ, 12 સિલ્વર અને 8 બ્રોન્ઝ સાથી બીજા સ્થાને રહયું હતું. જ્યારે જાપાન 5 ગોલ્ડ, 4 સિલ્વર અને 9 બોન્ઝ મેડલ સાથે ત્રીજા નંબર પર રહયું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer